( ગુજરાતીભાષા)
મૂંઝાઈ ગઈ છું હું
મને ખુલ્લું આકાશ જોઈએ છે
અંગ્રેજી અને હિન્દી વચ્ચે વિસરાય ગઈ છું હું
મને સમજી શકે એવુ માણસ જોઈએ છે....
છોડીને ચાલ્યા જાય છે બધા મને મારા હાલ પર
મારાથી જ બોલતા અને શીખ્યાં છો
એ વાત દરેક માણસ સમય સાથે ભૂલતો જાય છે
હા, મારી એક ભૂલ થઈ ગઈ
હું થોડી સરળ રહી ગઈ
લખાણી નહિ, પણ સમજાય ગઈ બધાને
મારી આ ભૂલનો ફાયદો માણસ ઉઠાવતો જાય છે
અંતમાં,
જોકે,મને આખા ભારતમાં વિકસાવી શકે
એવુ કામ પ્રતિલિપી બહુ સારી રીતે કરી રહ્યુ છે
પણ ક્યાંક હજુ જરૂર છે મને બચાવવાની,
કેમકે, આજકાલ મારો દમ ઘૂંટતો જાય છે
એક ગુજરાતી જ એની માતાને ભૂલતો જાય છે
યોગી
-Dave Yogita