*હસ્તરેખા*
હાથની રેખામાં
શોધું કાન્હા તારું નામ..
પણ
આ હસ્તરેખા
આડા અવળી
રેખા તારાં નામની ન બતાવે.
હરિ હરિ કરતાં
યુગો વિત્યા
હર જન્મે
તારી સંગ રાધા ને રુકમણી જ,
મીરા તો જોગન બની.
પણ...
હું આશ નહીં છોડું..
હસ્તરેખામાં નથી નામ સખી?
તો શું થયું..
ભીતર..
હ્રદય પર કોતરાયું નામ..
બે શરીર એક મન...
ન રાધા
ન રુકમણી
ન મીરા
તું કાન્હાની સખી
હરિની હરિપ્રિયા...
હા! હરિપ્રિયા જ...©
"કાજલ"
કિરણ પિયુષ શાહ