મારી પસંદ એજ એની પસંદ છે,પછી એને પૂછવાનું કારણ શું?
મારી પૂજા એજ એની પૂજા પછી પાછું પૂજવાનું એને કારણ શું?
તમેં નાહકના હેરાન કરો એને,એને મેં ક્યારેય હેરાન કરી નથી!
પૂછવું જ હોય તો એ પૂછો તું જમે છે કે નહીં?ઊંઘે છે કે નહીં?
તમેં નાહકના પરેશાન કરો એને!એને મેં ક્યારેય જગાડી નથી.
તમેં પણ ખરા છો!શું કામ વારેવારે પજવો છો?એ બોલતી નથી.
હક્કનું અને મનગમતું એ લઇ બેઠી છે,એને બીજું આપવું જ નથી.
લાખ કોશિશ કરો ભલે એ જગ્યાએથી કદી ખસવાની નથી.
- વાત્ત્સલ્ય (૨૦ જૂન ૨૩)