Gujarati Quote in Poem by Kiran shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાશ.. પાછું નાના થઈ શકાય

તારીખયાનાં પન્ના બદલાય
સમય સાથે વરસ-
વરસો બદલાય
પણ
અડીંગો જમાવેલ આ ખાલીપો
કેમેય ન ભરાય...
હૃદયનું રિક્ત સ્થાન
હોઠ પર રમતું નામ
મનનો ભરોસો
પપ્પા છે ને... ખોવાયો..
ભેજ
ધુંધળા દૃશ્યો
ને
અકથ્ય ભાર...
મોબાઇલમાં સચવાયેલ નંબર
સંપર્ક છૂટયો
અઢળક તસ્વીરો ને યાદો
સ્મૃતિપટ પર ડોકાયા કરે..
પણ
વાત્સલ્યભર્યો સ્પર્શ ક્યાંથી લાવું...
વણ ઉકેલ્યા સવાલો મુંઝવે
શું કરું? કોને કહું
જ્યાં ઘરનો મોભ જ...
રજાઓની રાહ..
હવે નથી જોવાતી..
આવે છે ને?
હવે નથી પૂછવાવાળું
વીસ વર્ષ બેવડી ભૂમિકા ભજવી
અચાનક સાથ છૂટયો..
પપ્પા... તમારી યાદો..
તમારી શીખ
સતત સાથે
ટેબલની પરની ફ્રેમમાં
હસતો ચહેરો
ઉદાસી વધારે
રિક્તતા
તમારી વિદાય પછી
મોટાપણાનો ભાર લાગે

કાશ..
પાછું નાના થઈ શકાય...©

વી મીસ યુ.. પપ્પા.. લવ યુ લોટ

કાજલ
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111881573
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now