" અમે કાચા પડયા. "
શબ્દ સાચવવામાં
અમે કાચા પડયા,
બાગને મહેકાવવામા
અમે કાચા પડયા.
આંખ સામે રાસ જામ્યો
તે છતાં ઊંઘી ગયા,
હાથ ને સળગાવવામાં કાચા પડયા.
જાતને જોવા અરીસા કૈંક બદલાવ્યા હતા,
જાતને બદલવામાં અમે કાચા પડયા.
પારકી પીડા લખી હતી કૂણી આંગળિયું ના ટેરવે,
પાંપણો છલકાવવા માં અમે કાચા પડયા.
કાચા પડ્યા અમે,
ભાઇ,અમારા સાચા પડ્યા
~ હરી ની કલમે