જાદુમાં
વારી અનેક વાર; પડી જાય જાદુમાં.
જાણી શકાય કાળ કદી જાય જાદુમાં.
ઈશ્વર હશે નજીક અહીં આસપાસ કે,
દેખાય જાય તોય ખપી જાય જાદુમાં.
જે શોધવાની કોશિશ કરતાં હતાં ઘણી,
સામે ચડીને આજ મળી જાય જાદુમાં.
ઘટના ઘટી હતી જ છતાં એ નકારશે,
વાળી શકાય વાત, નમી જાય જાદુમાં.
કારીગરી અઠંગ નિભાવી શકાય પણ,
આંખો ઉદાસ દેખી રડી જાય જાદુમાં.
આકાર ખાસ ધ્યાન દઈ આપશો હવે,
નાજૂક હાથ આજ ઘડી જાય જાદુમાં.
ઢોલી બજાવ ઢોલ કમી રાખવી નથી,
નાચી શકાય નાચ સખી જાય જાદુમાં. ©
કાજલ
કિરણ પિયુષ શાહ