વ્યાપી છે જીવનમાં તારા વિના શૂન્યતા,
ખાલીપો એ ભરવાનું , મારું ગજુ નથી.
કાજળથી વધુ કાળાશ કપટની મન મહીં,
પાણીથી હાથ-મોં ધોવું, એ કંઈ વજુ નથી.
આંખો ઉંબરો ઓળંગી દોડે તારે સરનામે,
કેમ કરી કોઈ માને, ઇન્તજાર હજુ નથી.
છંદ,અલંકાર ને હો ભલે શબ્દોની રમઝટ,
લાગણીવિહીન કાવ્ય કદી ક્યાંય રજૂ નથી.
મહેનત અને ધીરજની પકડે જો આંગળી,
પરમેશ્વરથી ઊંચું,એને સિર કોઈ છજુ નથી.
✍️ સરગમ
-Priyanka Chauhan