જિંદગી હું તારી સાથે વફાદાર રહી ના શક્યો
મોત આવ્યું તો એને પણ પ્રેમથી મળી ન શક્યો
વસવસો કરતો રહ્યો એ જિંદગી!
હું તારી દીધેલી એક એક પળનો
તારી દીધેલ ખુશી હું જીરવી ના શક્યો
જિંદગી હું તારી સાથે વફાદાર રહી ના શક્યો
ફરિયાદ કરતો રહ્યો એ જિંદગી!
હિસાબ કરતો રહ્યો હું તારા દીધેલા દર્દનો
તારા નિર્ણયોમાં હું ખુશ રહી ન શકયો
જિંદગી હું તારી સાથે વફાદાર રહી ના શક્યો
તે આપ્યું મને મારી હેસિયતથી પણ વધારે
હું તારું ઋણ ક્યારેય ચુકવી ના શક્યો
મોત આવ્યું ત્યારે એને પણ સ્વીકારી ન શક્યો
જિંદગી હું તારી સાથે વફાદાર રહી ના શક્યો
અંતમાં,
માફ કરજે એ જિંદગી! મને મારી મૂર્ખતા પર
તારા નિર્ણય મારી ઈચ્છા કરતા ઘણા સારા હતા
જોકે, આ વાત હું મોત સુધી સમજી ના શક્યો
જિંદગી હું તારી સાથે વફાદાર રહી ના શક્યો
યોગી