Gujarati Quote in Poem by Kiran shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેખાય છે.

ઝાડવાંનું દુઃખ અહીં દેખાય છે,
પાંદડા જયારે ખરી કરમાય છે.

ઝાડ પથ્થર મારતા, ફળ આપતું,
માનવીનું રૂપ ત્યાં ઝડપાય છે.

મૂળ ઉંડા એમ થડ મજબૂત ને?
ત્યાં અતળ માનવ ફરી અકળાય છે

ઉપયોગીતા ઘણી વનની હતી,
એ સમય રહેતાં ફરી સમજાય છે.

ઝાડની સરખામણીએ માનવી,
ત્યાં ફરક મોટો પછી પરખાય છે.
ગાલગાગા ગાલગાગા ગાલગા

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111880835
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now