*બસ હવે.*
લાગણીને માપવી છે બસ હવે,
લાગ મળતા જાણવી છે બસ હવે.
યાચના કરવી નથી ત્યાં આજ પણ,
કે મમતને પાળવી છે બસ હવે.
બારણા ખોલી અહીં ઊભા રહ્યાં,
ત્યા નજર પણ રાખવી છે બસ હવે.
એક બારી જેટલો સંબંધ રાખ,
છૂટ એની આપવી છે બસ હવે.
ઝેર આપ્યું આજ મીરાને અહીં
કેમ એને મારવી છે? બસ હવે.
ખૂબ ઊડે આજ ખુંચે છે અહીં,
એ કણીને કાઢવી છે બસ હવે.
આવકારી યાદ સઘળી આજ ત્યાં,
યાદ જુની માણવી છે બસ હવે.
ગાલગાગા ગાલગાગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ