4th June 2023
નાની નાની મુલાકાત ની યાદગીરી બોવ મોટી બની જતી હશે,
કઈક એવું જ કદાચ એ દિવસ માં હશે.
સામે જોઈ ને નીચે જોઈ જવુ એક અહેસાસ હોતો હશે,
કઈક એવી જ શરમ કદાચ એ દિવસ માં હશે.
સામે આવી ને પણ બોલ્યા વિના રહી જવાતું હશે,
કઈક એવું જ મૌન કદાચ એ દિવસ માં હશે.
પાંચ પળ ની મુલાકાત પણ જાણે જિંદગીભર ના સાથ નું નજરાણું બની જતું હશે,
કઈક એવુ જ નજરાણું કદાચ એ દિવસ માં હશે.
સામ સામે બેસ્યા બાદ પણ જાણે શબ્દો ખૂટતા હશે,
કઈક એવી જ મીઠાસ એ દિવસ માં હશે.
_ Çháñdñī