તું ને તારી ચા
એક આ...હ...એક વા...હ...
પ્રેમના પાણીમાં ચાહતની ચા નાખી
સાત જન્મોની માનીતી માનતા જેવી સાકર ઉમેરી, અંતરમાં ઉકળતી યાદોની જ્વાળામાં બનેલી, ચા...
તારા અનોખા અંદાજમાં નાનકડી ખમણી પર છીણાંતા આદુ ની અનોખી લહેજત સાથે મનભરીને માણેલી મોજનો મનગમતો મસાલો...અને છેલ્લે તપેલીમાંથી નીકળતી વણથંભી વરાળનાં ધુમ્મસ માં અજાણતા જ નજરોથી કરેલી વાતોમાં,
દુનિયા ભૂલીને દિલ ખોલીને નાખેલું દૂધ...આ...હ...અને અવિરત ગેસ પર ઓછો વત્તો થતો એ ચા....
સાથે ચા...હ...નો ઉકળાટ...
તું ને તારી ચા
એક આ...હ...એક વા...હ...
અશોક ઉપાઘ્યાય
૨૨/૦૫/૨૩