જ્યાં સંબધ હોય ત્યાં અપેક્ષા હોય છે,પરંતુ એ અપેક્ષા હક ની હોય છે.કોઈ પણ એકબીજા માટે ખુશી આપવી એ તેમના સંબધ માટે જરૂરી છે.એક નાની ચોકલેટનું મહત્વ નથી પણ તમે એને યાદ કરીને લાવ્યા તેનું મહત્વ છે.ક્યારેક નાની વાતો દિલમાં અતિશય ખુશી આપતી હોય છે.તમે ગિફ્ટ પૂછીને આપો તેના કરતા તે વ્યક્તિને શાની જરૂર છે એના મનને વાંચીને લાવી આપો તો એને વધારે ખુશી થશે કારણકે તમે હવે એના મનમાં પડેલા વિચારોને જાણી શકો છો.એ.વ્યક્તિ પોતાની જાતે ખર્ચ કરવા ભલે સક્ષમ હોય પણ તેની તે જરૂરિયાત જો તમે પૂરી કરશો તો તેના મનને સંતોષ થશે કે ના મને કોઈ સમજી શકે,મારી ઈચ્છાને માન આપવા લાયક કોઈ છે.પછી ભલે તે કોઈ પણ સંબધ હોય.એકબીજાની ઈચ્છા અને અપેક્ષાનો ખ્યાલ દરેક વ્યક્તિએ રાખવો જોઈએ.
-Bhanuben Prajapati