નમસ્કાર મિત્રો! વરસોથી એક જ નિયમ પર સંસાર ચાલે છે. મનુષ્યના દેહમાં એક આત્મા રહે છે. જ્યારે આ દેહ સાથે લેણાદેવી પૂરી થઈ જાય ત્યારે આત્મા ચાલ્યો જાય છે. અને આ દેહ અહીઁ ધરતી પર છુટી જાય છે. આત્મા અખંડ બ્રહ્માંડમાં લીન થઈ જાય છે.
બસ, આત્મા જ્યાં સુધી શરીરમાં રહે ત્યાં સુધી આત્માને શુદ્ધ કરતા રહેવાની જવાબદારી આપણી છે. આત્માને શુદ્ધ કરવા એને આનંદમાં રાખવો જરૂરી છે. અને આત્માને આનંદમાં રાખવા રોજ એક વાત આત્માને રોજ કહેવી જરૂરી છે. જે આ ભજન દ્વારા કહેવા માંગુ છું.
આનંદી આત્મા આનંદમાં રહેજો
સરખા માનીને સુખ દુઃખ
આત્મા આનંદમાં રહેજો
સગવડ સુખ છે, અગવડ દુઃખ છે
મનના માનીલા સુખ દુઃખ
આત્મા આનંદમાં રહેજો
ભાગ્યમાં હોય તે ભોગવી લેવાનું
સંકટ પડે ત્યારે સહન કરવાનું
સમય સમય બલવાન
આત્મા આનંદમાં રહેજો
ભક્તિનો ભાવ તમે રુદિયામાં રાખજો
સુખ અને દુઃખ તો તડકો ને છાંયડો
હિંમત કદી ના હાર
આત્મા આનંદમાં રહેજો
આજે મળ્યું તે પ્રેમથી સ્વીકાર જો
કાલના વિચારમાં કદી ના રહેજો
દેવા વાળો છે દાતાર..
આત્મા આનંદમાં રહેજો
પાંચ તત્વોની કાયા બનેલી
ઊડી જતાં નહિ લાગે વાર
આત્મા આનંદમાં રહેજો
નરસિંહ મહેતાના સ્વામી શામળા
મીરા તે બાઈના ગિરધર ગોપાલા
આત્મા આનંદમાં રહેજો
યોગી