માં...
માં તને લખવા ની થોડી હોય
માં તને તો માણવા ની હોય
માં તને શ્વાસે શ્વાસે ભરવા ની હોય
માં તને પામવા નું સુખ મહેસુસ કરવાનું હોય
માં તારા વ્હાલપ માં તરબોળ થવાનું હોય
માં તારા વાત્સલ્ય માં ભીંજાવા નું હોય
માં તારા સ્નેહ નીતરતા આસવ ને પીવા નો હોય
માં તારા વર્ણન માટે શબ્દો ખૂટી પડે પણ તારો સ્નેહ અવિરત વહ્યા જ કરે
માં તને ખૂબ ખૂબ વંદન 🙏
-Shree...Ripal Vyas