...#... બસ તારી કમી છે ...#...
ના...એવું નથી કે, તું નથી એનો રંજ નથી,
પણ સઘળું હોવા છતાંય, બસ તારી કમી છે...
ના...એવું નથી કે, વંથલીનો વાયરો વા'તો નથી ,
પણ એ વા'તરંગોમાં, તારી હાસ્યછોળોની કમી છે ...
ના...એવું નથી કે,કેતનભાઇ મશ્કરીઓ કરતા નથી,
પણ એ મશ્કરીઓમાં, જગડુશા નામની કમી છે...
ના... એવું નથી કે, ગૃપમાં નિત નવી વાનગીઓ આવતી નથી,
પણ એ વાનગીઓમાં, તારી રેસિપીની કમી છે...
ના...એવું નથી કે, જયદિપભાઇ કંઇ છુપાવતા નથી,
પણ કાયમ એમની વાતોમાં તારી છવી તરે છે...
ના... એવું નથી કે અમે ગૂઢમાયાનો જન્મદિવસ મનાવતા નથી,
પણ એ દિવસે એથીયે વિશેષ તારી યાદોની વણઝાર છે...
ના... એવું નથી કે,નિયતીની આ નિર્દયતા અમે પચાવી નથી,
પણ સૌ પરિજનના હૈયે એક ઊંડો ઘાવ, ને આંખોમાં નમી છે.
ના... એવું નથી કે, ભૂતળે "કમલ"ને યોગમાયાઓ મળી નથી,
પણ એ યોગમાયાઓમાં,તું સૌથી વ્હાલી છે...
ના...એવું નથી કે, તું નથી એનો રંજ નથી,
પણ સઘળું હોવા છતાંય,
બસ તારી કમી છે...બસ તારી કમી છે...
મહાદેવ કાયમ શરણમાં રાખે...
ૐ શાંતિ 🙏 ૐ શાંતિ 🙏 ૐ શાંતિ 🙏