શકું છું.
વિચારો હવે તો ઉતારી શકું છું
જવાબો પછી તો વિચારી શકું છું
અલગથી વિચારી અનોખું કરોને,
કદી આપશો સાથ ધારી શકું છું.
ન નિર્ધાર પાકો ન મનની અડગતા,
છતાં પણ પહોંચી સુધારી શકું છું
ન દોસ્તી કરી છે ન દુશ્મની પણ,
છતાં વાત તારી વધારી શકું છું.
લડત આપવા ખાસ કોશિશ કરજો,
પ્રયાસો વિફળ થાય હારી શકું છું.
ન બોલી શકો તો લખીને બતાવો,
ને ઘર્ષણ તમારું નિવારી શકું છું.
મદદ માંગવા હાથ લંબાવ ત્યારે,
હા! તકલીફમાંથી ઉગારી શકું છું.©
કાજલ
કિરણ પિયુષ શાહ