આજ અણધારી મુલાકાત
તારા દિલ સાથે હું કરી જોઉં
સ્થાન મારું ક્યાં છે એકવાર તપાસ હું કરી જોઉં
તારા દિલ પર માથુ રાખી,
ધબકારા હું ગણી જોઉં
મારા માટે ધડકે છે કે નહિ? એકવાર તપાસ હું કરી જોઉં
નથી કોઈ સ્ટેટસ્કોપ મારી પાસે,
આપ તારો હાથ તારી નવથી હું પરખી જોઉં
તારા પ્રેમની ભાષા હું તારી ધડકનોથી સમજી જોઉં
નથી કોઈ દવા મારી પાસે
તારા આંખોના જામ હું પી જોઉં
તારી હોઠોની મુસ્કાનથી હું ફરી સાજો થઈ જોઉં
યોગી
-Dave Yogita