'સેલ્ફી'
કેવો સરસ તારો ડ્રેસ છે, સેલ્ફી લે તો સારું
સેલ્ફીમાં હું પણ આવું, સાથે દેખાઉં તો સારું
નથી લેવી તારે સેલ્ફી! હું ફોટો પાડું તો સારું
મારી સેલ્ફી મારે લેવાની! તું સાથે આવે તો સારું
આમ રિસાઈ જાય તો મને મજા ના આવે
આપણે સાથે બેસીને વાતો કરીએ તો સારું!
શું કહ્યું નવી સાડી લેવી છે? ડ્રેસ પહેરે તો સારું
હું જીન્સ ટીશર્ટમાં, તું પણ જીન્સ પહેરે તો સારું
એકબીજાને સમજીને સારા લાગીએ તો સારું
આપણી સેલ્ફી હું લઉં, થોડું સ્માઈલ કરે તો સારું
- Kaushik Dave