અણધારી એ મુલાકાત, યાદ છે હજીયે મને
મારું જવું ને તારું આવવું એ ઉંબર યાદ છે મને
એક નજર તને જોયા ન જોયાનું યાદ છે મને
બસ મારી નજીકથી તારું જવું યાદ છે મને
આપે જો એક તક કિસ્મત મને
ભૂતકાળમાં જઈ એ ક્ષણ ફરી જીવવી છે મને
નથી જોઈતું સાત જનમનું વચન મને
બસ આ જનમ તારી બનાવી લે મને.
-Mir