જ્યાં ઘોંઘાટ હતો, ત્યાં તે બેસી ગયો,
ના ખબર રહી, તે ક્યાં બેસી ગયો,
ટોળાઓની વચ્ચે, તે એકલો બેસી ગયો,
ઘોર અવાજ વચ્ચે, તે મોજમાં કેમ બેસી ગયો,
સાભળે વાતો ખોટી, ખોટાં વચ્ચે બેસી ગયો,
એકલો તે ઘણો મુંઝાય, તે ક્યાં વાંકે બેસી ગયો,
ના સહેવાતું ખોટી આ વાતો, બોલીને તે બેસી ગયો,
છોડો બધી ખોટી વાતો, સાંભળો એક સાચી વાત,
હું ક્ષણિક તમે પણ ક્ષણિક, તો વાત શું કામ ખોટી,
જેટલી જરૂરિયાત એજ વાતો, બાકી બધી મિથ્યા વાતો..
મનોજ નાવડીયા