થાય નહિ!
જાણી બધુંય કેમ કદી વ્હેમ થાય નહિ.
વિશ્વાસઘાત આજ કરી પ્રેમ થાય નહિ.
ગમતું કરાય ખાસ અહીં રાજી રાખીને,
જાણી શકાય આજ ઘણું કેમ થાય નહિ.
સાથી ઉગાડ છોડ હવે ધ્યાનથી અહીં,
ખાતર જરાક નાખ વધે એમ થાય નહિ.
પકડી રખાય હાથ હવે જોરથી આ જો,
વાંધો હશે જ તોય હવે રહેમ થાય નહિ.
અઢળક પ્રયાસ આજ કર્યા તોય આજ તો,
કાજલ પસંદ એજ પડે સેમ થાય નહિ. ©
ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા
કાજલ
કિરણ પિયુષ શાહ