રમું છું હું વચ્ચે,ઉપર આભ ને નીચે ધરા ખેલાયા ખેલ ઘણાં ને પૂછો છો,ફાવશે ખરા..?
મુસીબતોનું તો રોજનું આવનજાવન છે અહીં, એમ થોડી કાંઈ એને કે'વાના,ખસ તો જરા..!
લાખો ઊભાં છે અહીં લાંબી હરોળમાં, સૌ જોશે,કોણ કેવી કરે છે ખુદની સરભરા..!
'જિગર' રાખી પૂછી જોજે એકવાર, દર્દોને પણ છેક સુધી તારી સંગે,ફાવશે ખરા..?
જખ્મો પર કલમ કર છે શબ્દોનો શણગાર, મૌનને પણ વાચા મળે અહીં,સાંભળ જરા..!
-Ri.... :-!