અંત જીવનનો નિશ્ચિત છે
છતાં, સપનાઓ અપાર.
એક પૂરું થાય છે ત્યાં તો
દિલમાં નવું લે છે આકાર.
કઈ ક્ષણ અંતિમ છે
એ તો નથી કોઈને ખબર,
પણ જીવી લો જરા દિલથી
કે રહે ન કોઈ અફસોસ.
બસ ભેગું કરવા માટે ન જીવો
ભેગું કરેલું વાપરતાં પણ શીખો.
ઉડાઉપણું નથી કરવાનું, તો
શોખ મારીને પણ ન જીવો.
અંત સમય પહેલાં,
શરુઆત સમજીને જીવો.
-Mir