હવે નથી રહેવાતું.....
કોઈપણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો,
પણ અંતમાં તો તમને એ નકામા જ કહે છે...
એટલે એ જ કારણે હવે નથી રહેવાતું.
ડગલે ને પગલે અગણિત મ્હેણાં સાંભળો,
તો પણ અંતમાં તો એજ કહેશે કે કશું સાંભળતા નથી....
એટલે એ જ કારણે હવે નથી રહેવાતું.
નાની નાની વાતોમાં રિસાઈ જાય છે એ,
પણ અંતમાં મનાવવા આપણે જ જવાનું.....
એટલે એ જ કારણે હવે નથી રહેવાતું.
અંતમાં તો એટલું જ કહીશ એ "હરી",
પણ એ જ કારણોસર રહેવું પડશે.
એટલે એ જ કારણે હવે નથી રહેવાતું.
- હરેશ ચાવડા "હરી"