*મનોવ્યથા*
રક્તિમ આભા છવાઈ..
પરાકાષ્ઠા જીવનની
અપાર વેદનાથી
સુખ માટેની જીજીવિષા
અંતે.. ભીતરના સંવેદનો ભેગાં કર્યા..
સર્જન આરંભાયું
રક્ત માંસનો પીડ બનાવવા
ભીતરના ભંડાર ખોલ્યા...
પ્રેમ, કરુણા, વાત્સલ્ય, દયા-માયા
સદગુણો ભેગા કર્યા.
ઈચ્છાઓ, આકાક્ષાની
પૂર્તિ કરવા હિંમત ભરી..
પરિશ્રમની ચાવી..
આક્રોશ, ગુસ્સો આપોઆપ આવી ગયા.
સહનશક્તિ ?
ઓહ! પાછું એજ ચક્કર
તો ફરક શું?
મારા-તારા વચ્ચેની મનોવ્યથા...
જા.. ઉડ ..
તમામ શક્તિ તને અર્પી..
નબળાઈ સર્વ પાસે રાખી...
લે..ફૂંકું કાનમાં જીવનમંત્ર...
જા ઉડી જા.. બંધન તોડી...
ઉડી જા...ઉડી જા..
મંઝિલ તારી દૂર નથી..
નથી જ... ઉડ...
અલવિદા દોસ્ત...
તારી ઉડાન સાથે..
રહેશે પાછળ
ચેતનવિહિન... એક ખોળિયું...©
"કાજલ"
કિરણ પિયુષ શાહ