“ શૈશવના સ્મરણો.”
સમય છે , 1942 નો આઝાદીનો પવન ચારે દીશામાં ફુંકાતો હતો.નાના- મોટા, અબાલ- વૃદ્ધ ,માલિક- મજદૂર, વિદ્યાર્થી-વહેપારી વગેરે આઝાદીના જંગમાં સૌ પોતપોતાનો ફાળો આપી રહ્યા હતા.અમારી ઉંમર હશે, દશ બાર વર્ષની અમને પણ આઝાદીનો પવન લાગી ગયો હતો. હાથમાં નાના નાના કાગળના ધ્વજ- વાવટા લઇ ‘ઈન્કીલાબ-ઝીંદાબાદ’ના નારા પોકારતા હતા.આ ’ઈન્કીલાબ અને ઝીંદાબાદ’ ક્યી બલા છે તેનું ભાન નહોતું. પ્રભાતફેરી અને સરઘસો નીકળતા જોઇ અમને પણ શૂરાતન ચડતું.
આવા એક પ્રસંગની વાત છે.અમે પોળ-શેરીના દસ બાર છોકરાઓ હાથમાં ધ્વજની પતાકડીઓ લઇ ઈન્કીલાબ ઝીંદાબાદ કરતા પોળ-શેરીની બહાર નીકળ્યા. પોળની બહાર થોડે દૂર ગયા હોઇશું ને પાછળ પોલીસ વાન અમારી પાછળ આવી, આગળ ખાડિયા ગેટ-પોલીસ ચોકી અને પાછળ પોલીસ વાન.”આગળ ઉલાળ અને પાછળ ધરાળ” હવે જવું ક્યાં? પોલીસ વાનમાંથી ઉતરી અને અપને ટપોટપ પકડી વાનમાં બેસાડી પોલીસ ચોકીમાં લઇ ગયા.
પોલીસ ચોકીમાં આનંદશંકર પંડિત ઈન્સ્પેક્ટર ફરજ પર, ખાડિયાના સદ્ગૃહસ્થોને સારી રીતે જાણે.”बुढे दरोगाने चष्मे से देखा,आगे से देखा पीछे से देखा, ये क्या कर बैठे गोटाला? “આ તો બધા ખાડિયાના સદ્ગૃહસ્થોના સરકારી ઑફીસરોના છોકરાઓ છે. આપણી નોકરીનો સવાલ છે.હશે હવે પકડી લાવ્યાં જ છો તો તેમને ‘પનીશમેન્ટ’- સજા તો કરવી જ પડશે.
અમને બધાને લાઇનસર ઉભા રાખી કહ્યું “ તમારી ચદ્દીઓ-‘હાંફ પેન્ટ” કાઢી નાંખો” અમે બધા એકબીજાના સામું જોઇ વિચારવા લાગ્યા. પોલીસે મોટા અવાજે ઘાંટો પાડ્યો, અને અમે થરથર ધ્રુજી ઉઠ્યા, અને ટપોટપ નાગા થઇ ગયા. પોલીસે અમારી ચદ્દીઓ - હાંફ પેન્ટ અમારે ગળે વીંટાળી અમને છોડી મુક્યા. શરમાતાં શરમાતાં અમે પોળમાં આવ્યાં. પોળવાસીઓએ હસ્તે મુખે અમારું સ્વાગત કર્યું.😁
🙏