કંઈક કહેવું હતું, વાત હોઠેથી પાછી વળી ગઈ,
હૈયાની ભાપ આંખોનું જળ બની વરસી ગઈ.....
ન મળ્યા શબ્દો ન બની કોઈ કવિતા કે ગઝલ,
કાગળ પર ઉતારી સ્યાહી કલમથી અળગી થઈ....
શું કહું? કેમ કહું? કોને કહું? વિચાર કરતી રહી,
બની ખારું પાણી આંખોથી લાગણી વહેતી થઈ....
આવશે ક્યારેક સમય મરો હું રાખીશ મારી વાત,
વાટ જોતા સમયની હું સાથે જ ચાલતી થઈ......
કોઈ તો હશે જે જાણશે દર્દ રદયના વલોપાતનું,
એક સપનું પાંપણે બીડી ચાંદરાતની વિદાય થઈ.....
🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍️ ડોલી મોદી'ઊર્જા'