🌹દીકરીને પરણાવતા પિતા માતા માટે આશ્વાસન🌹
કામ ચીવટાઈથી કરજો પણ સમયસર કરજો.એવી ઉતાવળ ન કરજો કે એ જ કામ પાછું ખામીયુક્ત રહી ગયું હોય જે પુનઃ કરવું પડે
પ્રસંગ એ આપણા જીવન જીવ્યાનો નિચોડ છે.તેને હર્ષથી માણતા શીખો.
દીકરી ગમે તેટલી વ્હાલી હોય તો પણ સમય આવ્યે તેને સગું શોધી પરણાવવીજ પડે છે.
આપણી પાસે આજ છે અને કાલે કોઈ બીજા પરિવારનો હિસ્સો બનશે અને એ પરિવારનો એક હિસ્સો તમારો બનશે.
સંસારમાં આ ચક્ર ચાલે તો જ સુગંધ છે.
આપણે પણ આ બધી જ સ્થિતિએથી પાસ થઇ ને અહીં પહોંચ્યાં છીએ.
આનંદના અવસરને રડીને ક્યારેય ન માણો.ભગવાને રડવાના દિવસ બચપણ વખતે આપેલા જ હતા.એનો ભરપૂર આનંદ આપણે બધાએ લૂંટ્યો છે.માટે મગજમાં દીકરી પારકે ઘેર નહીં જતી પરંતુ તેના અસલ ઘેર જાય છે.અને દીકરી જાય છે તો સામેથી એ ઘરનો દીકરો બદલામાં લઈને આવે છે.એટલે ગુમાવાનું તો માત્ર કઈંજ નથી.આપણા સંસારનું વિસ્તૃત્તિકરણ છે જે God ગિફ્ટ છે.
તમારાથી જે કંઈ સંસ્કાર,સ્ટડી,સુવર્ણ સુગંધ આપી છે.પરમાત્માને પ્રાર્થના કે જેમ આપણા ઘેર હસતી કૂદતી આ પારેવડી ત્યાં પણ લીલાવનમાં મધુર કુંજ વિહાર કરે તે જ શુભકામના 🌹❤🌹
- સવદાનજી મકવાણા