રહસ્યમય રસ્તો કેવો હશે?
જિંદગી અને મોત વચ્ચેનો
એ ઝૂલો કેવો હશે?
આગથી તપતો એ દેહ કેવો હશે?
હજારોની વચ્ચે એકલો બેઠો ચિતા પર
એ ભડકો કેવો હશે?
સ્મશાનમાં લાકડાં નહિ હોય
ત્યારે આગની ભઠ્ઠીમાં રાખ થયેલો
તારો દેહ કેવો હશે?
જવું છે જે રસ્તે બધાને
જોયો નથી એ રસ્તો ક્યારેય
એ રહસ્યમય રસ્તો કેવો હશે?
નથી લાવવાની વ્યવસ્થા
નથી લઈ જવાની વ્યવસ્થા
એ દાટવાનો ખાડો કેવો હશે?
અંતમાં,
ચિંતા નહિ કર માનવી
જેવા તારા કર્મ
એ રસ્તો પણ એવો હશે
જેને જનમ્યા પહેલા તારી વ્યવસ્થા કરી દીધી
એ મર્યા પછી પણ તને એકલો નહિ મૂકે ક્યારેય
એ પરમકૃપાળુ પરમાત્મા કેવો હશે?
પરમકૃપાળુ છે એ પરમાત્મા
જે મને રોજ નવી સવાર આપે છે
જે મને મર્યા પહેલા જીવાડવા રોજ મથે છે
માફ કરી દેજે મારી પ્રત્યેક ભૂલ ભગવાન
નથી ખબર મને રહસ્ય તારા સુધી પહોંચવાનો
એ રસ્તો કેવો હશે????
નથી ખબર મને રહસ્ય તારા સુધી પહોંચવાનો
એ રસ્તો કેવો હશે????
નથી ઈચ્છા કોઈ મારી
તારી સમક્ષ ઊભી રહી એવી નથી કોઈ કક્ષા મારી
પણ મરતા પહેલા એકવાર મળવું છે મારે
બસ, આટલી અરજી છે મારી....
બસ, આટલી અરજી છે મારી....
યોગી
-Dave Yogita