ફૂલો પર
વિતાવો રાત પછી થાય વાત ફૂલો પર.
પછી પડે છે દિલે એક ભાત ફૂલો પર.
લગાન આપ હવે ઘર કરી રહેવાનું,
મધૂર સ્પર્શ થતાં થ્યું પ્રભાત ફૂલો પર.
પથારી આજ કરી ઓસ પર પછી જાગી,
ધરી ને હાથ ઉભી થાય ઘાત ફૂલો પર.
કરાર ઠેઠ સુધી કામ લાગશે ત્યારે,
અડગ અટલ રહી આખીય નાત ફૂલો પર.
જીતાડ બાજી અહીં જાત દાવ પર મૂકી.
અલગથી કેમ કહું થોભ બાત ફૂલો પર.
લગાવ દિલથી શરત જીત તારી યાદોને,
મલાલ એક રહ્યો મારી લાત ફૂલો પર.
અપ્રેમ જેમ નહીં વાત પ્રેમથી કરજે,
ન આપ લાખ વચન એમ સાત ફૂલો પર. ©
લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગા
કાજલ
કિરણ પિયુષ શાહ