જેમ જેમ સમય સરતો જાય છે, એમએમ આ માણસ જોને જાનવર થતો જાય છે.
સગાંઓના સુખની ઈર્ષા કરે ને પારકાની પાર્ટીઓમાં કૂદી કૂદીને થાકે છે.
જોને આ માણસ ---
માં બિચારી વલખા મારે, થોડી વાતો કરી,મન હળવું કરવા માટે,
ને દીકરો પારકીઓના દુઃખ દૂર કરવામાં કલાકો વેડફી નાખે છે.
જોને આ માણસ ---
બેનને આપવું ના પડે એટલે બહાના બનાવે ને,
સમૂહલગ્નોમાં મોટાભા થવા લખલુટ લૂંટાવે છે.
જોને આ માણસ ---
પત્નીને બાળકો જોડે વાત કરવા સમય નથી કાઢતો ને,
વોટ્સઅપ , ફેસબૂક, ઇન્સ્ટા માં ચેટ નો ઢગલો ખડકતો જાય છે.
જોને આ માણસ ----
રહ્યું જો આમ જ, તો આ માણસમાંથી માણસ ને ગોતવો કાઠું થઈ પડશે, કેમ કે હરેક માણસ ધીરે ધીરે રાવણ થતો જાય છે.
❤️🙏❤️
-Rekha Detroja