થઈ છે.
વાતો ઘણી વધારે ચાલી સવાર થઈ છે.
જાણી શકાય સઘળું એથી જ બાર થઈ છે.
બદલી શકાય કારણ આપ્યા વિના ઠરાવો,
મરજી મુજબ ચલાવો ઝાઝી ક્યાં વાર થઈ છે.
સરખામણી કરીને થાકી જશો તમે ત્યાં,
એ ભેદ સાચવો ત્યાં આંખોય ચાર થઈ છે.
ને ધારણા ધણીય સાચી લાગે પછી વિચારો
મનમાં વિચાર સાથે સાચે જ આર થઈ છે.
કાજલ છુપાવ ભાવો દેખાય જાય ચ્હેરે,
અંદાજ આજ મળતો જીવનમાં હાર થઈ છે.
સ્વીકાર આજ જીવન જેવું મળેને તેવું,
ત્યાં જિંદગી ફરીથી જો તાર તાર થઈ છે.
અઢળક કમાણી થાતી યાદો થકી અહીંયા
વ્હેંચી શકાય સઘળું જાણી ને પાર થઈ છે. ©
ગાગાલગા લગાગા, ગાગાલગા લગાગા (દ્રિખંડી)
કાજલ
કિરણ પિયુષ શાહ