જીવનભર એક કામ કરતા ગયા
દુનિયા મૂર્ખ બનાવતી ગઈ,
અમે મૂર્ખ બનતા ગયા
ખબર હતી કોણ સાચુ કોણ ખોટું
તોય અવગણતા ગયા
દુનિયા મૂર્ખ બનાવતી ગઈ
અમે મૂર્ખ બનતા ગયા
બધી વાતનો જવાબ હોવા છતાં
બસ મૂંગા રહેતા ગયા
દુનિયા મૂર્ખ બનાવતી ગઈ,
અમે મૂર્ખ બનતા ગયા
આને તો શું ખબર પડે
આવી વાતો તો રોજ સાંભળતા ગયા
દુનિયા મૂર્ખ બનાવતી ગઈ
અમે મૂર્ખ બનતા ગયા
ભૂલ નહોતી અમારી તોય
માફી અમે માંગતા ગયા
દુનિયા મૂર્ખ બનાવતી ગઈ
અમે મૂર્ખ બનતા ગયા
ના ક્યારેય હારતા ગયા
ના ક્યારેય જીતતા ગયા
બસ, હમેશાં લડતા ગયા
દુનિયા મૂર્ખ બનાવતી ગઈ,અમે મૂર્ખ બનતા ગયા
અંતમાં,
તમને શું ખબર દોસ્તો શું મજા છે આ મૂર્ખતામાં??
આ કપટના જમાનામાં નિર્દોષતામાં
ભલે દુનિયા માને મૂર્ખ પણ,
અમે અમારી અલગ સુકુનની દુનિયા બનાવતા ગયા
અમે અમારી અલગ સુકુનની દુનિયા બનાવતા ગયા
યોગી
-Dave Yogita