કમાલ કરી છે આ નાની જિંદગીએ,
કહે, મને હવે કઇ મજા નથી આવતી,
બધે બંધનમાં બાંધી રાખી આ મોજને,
પ્રયત્ન કરું તો હવે એ પણ છૂટતી નથી,
જુદી-જુદી રીતે હવે કઈક જીવી લવ,
ઘરે પહોંચીને થોડીક મજા લઈ લવ,
સુખની ચાવી હવે ક્યાંય જડતી નથી,
કોઈ શોધે મને તો ખુદ હવે મળતો નથી,
આ યુવા-ઘડપણમાં હવે મને રસ નથી,
ભોળું બાળપણને યાદ કરીને જીવી લવ,
કમાલ કરી છે આ નાની જિંદગીએ,
કહે, મને હવે કઇ મજા નથી આવતી..
મનોજ નાવડીયા