હે પૈસા !! ગજબનું છે તારું ખેંચાણ .
જોઈને તારા ફાયદા,
નેવે મુકાય છે નિયમ ને પડતી મુકાય છે શરમ .
કેવાં સિદ્ધાંત ને કેવા વાયદા ??
મેનકા થી પણ વધુ છે તું માદક.
ચુંબક થી પણ વધુ છે તારું આકર્ષણ.
દારૂને પણ મદહોશ કરે તેવો છે તારો નશો .
તને પામવા બને, છતી આંખે આંધળા.
થાય જો સતા સાથે તારું સગપણ ,તો તું શેતાનને પણ શરમાવે.
હે પૈસા ....
-Dharmista Mehta