ચિંતન કણીકા.:
1) મેલા માર્ગોનો આશરો લઇને મેળવેલી સફળતા કરતાં
ચોખ્ખા રસ્તે ચાલવાને કારણે સાંપડેલી નિષ્ફળતાને સહર્ષ
સ્વીકારી લેવામાં ગૌરવાનુભવ કરો.
2) પ્રયત્નની પૂર્ણાહુતિ એટલે પરાજયનો પ્રારંભ પ્રયાસોનું
નિરંતન પારાયણ, એટલે ઉત્કર્ષનો આરંભ.આ બે મંત્રોને
હૈયાની દિવાલે જરૂર લખી રાખજો.
3) સ્નેહભાવથી સભર સુધાકુંભને વિષપૂર્ણ બનાવી દેવા માટે
વહેમનું એક નાનકડું વિષબિંદુ પણ બસ પડે છે.શંકા ‘ને
વહેમની આ પ્રચંડ તાકાતને ઓછી આંકવાની ભૂલ કદીયે
ન કરશો.
4) જાતે જલ્યા વિના અન્યને જલાવીને ખાખ કરી નાંખનાર
અગ્નિને આપ ઓળખો છો?મને લાગે છે કે આપ એનાથી
અનભિજ્ઞ છો. લ્યો ત્યારે હું તમને એની ઓળખાણ આપી
દઉં. એ છે ક્લેશ અને દ્વેષ.
“ ગુજરાત દર્પણ”માર્ચ 2023
…. વિજય ચોક્સી.