*હિંચકો......*
તને યાદ છે...?
નાના હતાં ત્યારે ...
નદી કિનારે..
વડવાઈએ ઝૂલા ખાતા..
થોડા મોટા થયા ને આંગણામાં
ઝાડની ડાળીએ દોરડા બાંધી ઝુલતા..
કાયમ હું અંચાઈ કરતી...
છતાં તું પ્રેમથી ઝુલાવતો...
બચપણના સાથી બન્યાં જીવનસાથી..
સમય હાથમાંથી રેત જેમ સરી ગયો...
આજ બંગલાના ગાર્ડનમાં ખાલી રહેતો હિંચકો..
કે
બેડરૂમની બાલ્કનીમાં રહેલ હિંચકો...
કયારેક
એ મનપસંદ હિંચકો વારંવાર સાદ આપે...
પણ..
એકસીન્ડમાં તું ગયો...
ભવરણમાં એકલી છોડી..
વ્હિલચેરમાં બંધાયેલ
લાચાર હું...
બોજ બની ઘર પર..
સૌ સાચવે
છતાં
પ્રેમનો અભાવ લાગે..
જાણે દયાપાત્ર બની..
હિંચકાને અનિમેષ જોતી..
આંખના જળ છુપાવી..
હાસ્ય ઓઢી લઉં..
પણ
કયારેક મનમાં થાય..
તું હોત તો...
ઉંચકીને હિંચકે બેસાડી બોલત...
'તારા પગ તો હું છું
તું બસ બે હાથે પકડ
હું ઝુલાવું...'
પણ, આ બધું તો..
તું હોત તો..
તું હવે નથી એ વાસ્તવિકતા
સ્વીકારવી જ રહી ને..?©
"કાજલ"
કિરણ પિયુષ શાહ