*પાંજરૂ*
મા મને ગમતું'તું ભીતર રહેવું..
નાળથી જોડાયેલી
તારાથી રક્ષાયેલી..
સતત તારું સાંનિધ્યને પ્રેમ પામતી..
જીવનજળમાં મીન બની ફરતી..
અંદરનો અંધકાર ખૂબ ગમતો.
મારી દ્રષ્ટિ તો તું જ હતી..
તારા નયનની જયોતિથી હું ઝળહળતી..
મા.. એ મા.
શું એવું બની શકે કે..
દુનિયામાં પણ ગર્ભના પિંજરા જેવી સુરક્ષા અનુભવું..
મા...
તારી ભીતરનું પાંજરૂ એજ તો મારું ઘર હતું..
તું, બાપુ, ભાઈ ખૂબ પ્રેમ કરો છો
પણ..
બહાર નીકળુંને ગીઘડાં નોચવા તૈયાર
કોઈ દ્રષ્ટિથી
કોઈ સ્પર્શીને
તો
કોઈ વાણી વિલાસથી
એટલે તો ગભરાઈ જઉં છું
વેદના કહું કે અસમંજસ
હવે એ સુરક્ષા બહાર નથી મળતી..
મા...
એક તું બીજી જગતજનની
મારી તો બેય મા જ
હું તો આજેય તારી સાથે અદ્રશ્ય નાળથી જોડાયેલી..
તું રક્ષા કરીશને..?©
"કાજલ"
કિરણ પિયુષ શાહ