તારી મુસ્કાન પર હું તો વારી જાઉં
ફરી ફરી મારું દિલ તારી એક મુસ્કાન પર હારી જાઉં
તું હસી દે તો ફરી ફરી હું મૂર્ખ બની જાઉં
તારી હસી માટે હું દુનિયાથી લડી જાઉં
ફરી ફરી મારું દિલ તારી એક મુસ્કાન પર હારી જાઉં
તું હસતી રહે હમેશાં એ દુવા સાથે હું જીવી જાઉ
તારી હસીની કિંમત તું કહે એ હું ચુકવી જાઉં
ફરી ફરી મારું દિલ તારી એક મુસ્કાન પર હારી જાઉં
તું ખુશ રહે હમેશાં એના માટે તું કહે એમ કરી જાઉં
તારા દુઃખ સાથે પણ હું એકલો લડી જાઉં
ફરી ફરી મારું દિલ તારી એક મુસ્કાન પર હારી જાઉં
તું સામે બેઠી રહે હું એક જિંદગી વધારે જીવી જાઉં
મારા એક એક ગમને હું તારી હસી સામે ગળી જાઉં
ફરી ફરી મારું દિલ તારી એક મુસ્કાન પર હારી જાઉં
તારી મુસ્કાનની કિંમત તું શું જાણે પાગલ?
તારી મુસ્કાન માટે તો હું ખુદાથી પણ લડી જાઉં
ફરી ફરી મારું દિલ તારી એક મુસ્કાન પર હારી જાઉં
યોગી
-Dave Yogita