નથી શકતો
અહી તારી કદર થાશે વિચારી પણ નથી શકતો
મનાવું કેમ મનને એજ ધારી પણ નથી શકતો.
શરત મૂકી હતી એણે જરા થોભી જજો આગળ,
હરિ ઈચ્છા કહીને ત્યાં નકારી પણ નથી શકતો.
ધીરેથી બોલવું કે વાત કરતાં ખૂબ અચકાવું,
તને તમને કહેવું તો સ્વીકારી પણ નથી શકતો.
વિધાતા આજ તારા લેખ માથે મેખ માટે ત્યાં,
હથેળીમાં મળે રેખા નિવારી પણ નથી શકતો.
દરદ હદથી વધુ ગમતું રહેવા દે એને હૈયે,
હરાવી આજ પીડાને એ ધારી પણ નથી શકતો.©
કાજલ
કિરણ પિયુષ શાહ