હતાં.
શબ્દ મારા ડૂસકાં ભરતાં હતાં.
ચીખ સાથે એજ કરગરતાં હતાં,
એ નદીના સૂકા પટમાં ઊતરી,
ત્યાંથી બચવા સાથમાં તરતાં હતાં.
ખારવાની જીદ સાથે આજ તો
કાંણી નાવે પાર ઊતરતાં હતાં.
તક ટકોરા દેતી મધરાતે અહીં,
બારણે સંતાઈને ડરતાં હતાં.
સેજ સૂની આંખ કોરી આજ થૈ
આંસુડા તો ભીતરે સરતાં હતાં.
પુષ્પથી નાજૂક સમણે સુંદરી,
સંગ એનાં તારલા ખરતાં હતાં.
એક વૃધ્ધા આવતી ત્યાં પૂંછવા,
મશ્કરી એની કરી ફરતાં હતાં.
લોકો પૂછે કેમ છો, આનંદ માં?
ને જવાબી હાસ્ય એ કરતાં હતાં.
સાહસીનો સંગ મળતાં મોજથી,
આજ સાહસ સુંદરી વરતાં હતાં.©
"કાજલ"
કિરણ પિયુષ શાહ