નિઃસહાય કરતી નિરાશા,
અણગમતા નિસાસા,
ખૂંચતી એકલતા,
વિંધતી વેદના,
પારાવાર પીડા,
અવજ્ઞા કરતાં આંસુ,
સઘળું બાજુએ મૂકી,
મોં પર ઠંડા પાણીની છાલકો મારી,
નિરાંત પામવાની વ્યર્થ કોશિશ કરતી,
દર્પણ સામે આવી,
પાવડર,લાલી, બિન્દી,
ને ખાસ નકલી સ્મિત જડી,
દર્પણમાં જોતી,
સઘળી પિડાઓને કહ્યું,
" એપ્રિલફૂલ".
✍️ સરગમ
-Priyanka Chauhan