ઊગતા સૂરજને પૂછું,
તું મુજમાં કેમ! ઊગતો તારી સાથે.
ઊગતા શમણાં રાતના ,
તું નીકળે,સાથે હું પણ નીકળી પડું.
મારા આવડા હૈયાના ખોબામાં,
આકાશને ભીડવાની હામ લઈને,
હું, આખો દિવસ તને શોધતો.
રજળપટ્ટી મને જ પામવાની તો!
તું, એક તક પણ આપે હું, મને ચાહી લઉં.
અને પછી તું ઢાળી દેતો મને તારી ઓથે,
હું ,પણ કંઈ અમથો છું!
તારા સાથે ફરી ઊગવા ,
રાત્રિનો અંધકાર પણ ઓઢી લઉં છું