લઈ ઉધાર આંસુ, માવઠું એક વરસ્યું,
પૂર આવ્યું ,છતાં એક છોડ રહ્યું તરસ્યું.
એકલતા ઉંહકારા સાથે બાંધી દોસ્તી,
જો ને! કુદરતે પણ એને કેવું રહેસ્યું.
અનાથ નામ સમજતાં લાગ્યું નિર્દોષને,
મારા આભ માથેથી નળિયું કેમનું ખસ્યું.
માણસોનાં મેળામાં જીવતું એ રઘવાયું,
મૂલ્ય એનું એટલું, માટી મહીં અળસિયું.
ભેટ મળી ભૂખ, તરસ, એકલતા ને આંસુ,
છતાંય સઘળું સ્વીકારી, ખેલદિલીથી હસ્યું.
✍️ સરગમ
-Priyanka Chauhan