આજનું ભણતર એટલે પાયા વગરનું ભણતર
ચણતર જતું રહ્યું બાકી વધ્યું છે હવે ભણતર
ભાર વધતો જાય છે, અભ્યાસ ઘટતો જાય છે
બાકી વધે છે માત્ર ને માત્ર ભણતર
પ્રોજેક્ટ વધતા જાય છે, સાચુ જ્ઞાન ઘટતું જાય છે
બાકી વધે છે માત્ર ને માત્ર ભણતર
નિશાળો વધતી જાય છે, ગુણવતા ઘટતી જાય છે
બાકી વધે છે માત્ર ને માત્ર ભણતર
પાર્ટીઓ વધતી જાય છે, પૈસા ખર્ચાતા જાય છે
બાકી વધે છે માત્ર ને માત્ર ભણતર
ધર્મ ઘટતો જાય છે, પાયો નબળો પડતો જાય છે
બાકી વધે છે માત્ર ને માત્ર ભણતર
ભણેલા વધતા જાય છે, ગણેલા ઘટતા જાય છે
બાકી વધે છે માત્ર ને માત્ર ભણતર
અંતમાં,
વિદેશની દોડ લોકો પકડતા જાય છે, ભારત ભૂલતા જાય છે
કારણ છે માત્ર આજનું ભણતર
યોગી
-Dave Yogita