સમજાવજે
ઓસ બિંદુની નજાકત સ્પર્શથી સમજાવજે,
એ મુલાયમ સ્પર્શ કાયમ યાદ મનમાં રાખજે.
માફ કરજો બોલવામાં લાગતી નાનપ ઘણી,
હોય એતો ભૂલ ભૂલી પ્રેમથી અપનાવજે.
ધ્યાનથી ઉપવનમાં ફરજો પાન સૂકાં છે ઘણાં
શ્વાસતું જીવન હતું સાચવી પગ રાખજે
આમ હક્ક ને ફરજ સિક્કાની બે બાજુ જ છે.
એક સાથે આવશે બંને જરા અજમાવજે
બાપ જેવા દીકરા થાશે, નવાઈ એ નથી..
વારસાને જાળવી રાખી નવું બોલાવજે. .
કેમ ત્યાં સરખામણી કરવી પડે, આસાન છે?
લાવ બીંબા એક સરખાં એ પછી સંભાળજે.
દાવ પર છે જિંદગી, તો હાર માનું કેમ ત્યાં?
જીતવાને કાળજીથી આજ સૌને પકડાવજે.©
કાજલ
કિરણ પિયુષ શાહ