હે લાગણી ¡¡આમ તો તું મને ઘણીવાર છેતરી જાય છે.
પણ આજ તો મારે જાતે છેતરાવું છે તારા પર વિશ્વાસ કરીને ,
ભલે થોડીક ક્ષણ પણ સહી ,
આજ મારે જીવી લેવી છે,
તે આપી છે જે ક્ષ્ણને.
ખોટી તો ખોટી પણ તે આપેલ ખુશીને સાચી રીતે માણી લેવી છે.
હજુ ગઈ કાલે જ ચોખ્ખો કર્યો છે હિસાબ.
આજ ફરી ઉધારી કરી લેવી છે.
નહિ કરું પાછળથી ફરિયાદ ,
કારણ આજ તો ખુલ્લે આમ છેતરવાનો તારો ઈજારો છે.
હે લાગણી!! આજ તો આપી દે તે જીંદગી જે મારે જીવવી છે..
-Dharmista Mehta