એકવાર માં ના ખોળામાં માથું રાખીને તો જોજો
હા, બાળપણ ફરી મળી જશે
એકવાર પપ્પાની વાત પણ સાંભળીને જોજો
હા, બાળપણ ફરી મળી જશે
એકવાર બધું ભૂલીને ભાઈને ગળે તો લગાવી જોજો
હા, બાળપણ ફરી મળી જશે
એકવાર બહેનના માથે હસતા હસતા હાથ મૂકી જોજો
હા, બાળપણ ફરી મળી જશે
એકવાર ફરી એ બગીચામાં ભાઈબંધ ભેગા રમીને તો જોજો
હા, બાળપણ ફરી મળી જશે
એકવાર મનમાંથી તારુ અને મારું કાઢીને તો જોજો
હા, બાળપણ ફરી મળી જશે
એકવાર તમારા ભાઈ-બહેનો સાથે મન મૂકીને હસી તો જોજો
હા, બાળપણ ફરી મળી જશે
એકવાર નિર્દોષતા સાથે દુનિયામાં જીવી તો જોજો
હા, બાળપણ ફરી મળી જશે
યોગી
-Dave Yogita