હજારો વિચારોનું ઘોડાપુર જાણે
નીકળે ફરવા મનમાં દુર દુર જાણે
સ્પર્શસુખે ખીલી ઊઠે લજામણી જાણે
એમ મળીતી તું પ્રથમ આલિંગન ટાણે...
હૃદય બિચારું મારે તરફડીયા ત્યારે
જ્યારે હોય હથેળીઓના મૃદુ પોલાણે
હતી તું પણ પ્રસ્વેદબિંદુથી તરબતર
એમ મળીતી તું પ્રથમ આલિંગન ટાણે...
બે વત્તા બે બરાબર ચાર પ્રમાણે
હોઠનો સ્પર્શ હોઠને સંગ્રામ કરાવે
વીંધાય સર્વસ્વ ઉચ્ચારોનાં પ્રભાવે
એમ મળીતી તું પ્રથમ આલિંગન ટાણે...
સ્મરું એ સ્પર્શને મુગ્ધ એકાંતે
રચું મહાકાવ્ય બસ તારા કાજે
આવે સુગંધ મુજમાં જે હોય તારા અંગે
એમ મળીતી તું પ્રથમ આલિંગન ટાણે...
- નિર્મિત ઠક્કર